fbpx

એક ડગલું માણસાઈ તરફ

DIWALI CLOTH

એક ડગલું માણસાઈ તરફ

દિવાળી એક એવો તહેવાર છે જેમાં દરેક લોકો પોતાની જૂની વસ્તુઓ કાઢી નાખી ને નવી વસ્તુઓ વસાવે છે. કપડાં , વાસણ , ઘરનો સામાન તેમજ અન્ય વસ્તુઓ.

આમ દિવાળી નો તહેવાર એટલે નવીનતા નો તહેવાર.

લોકો પોતાના  આંગણે સરસ રંગોળી પુરે છે તેમજ  આખા ઘરને લાઈટ તેમજ ઘી ના દિવા કરી ને ચારેય બાજુ અંજવાળું પાથરી ને અંધારું દૂર કરે છે.

નાના – મોટા સૌ સાથે મળી ને ફટાકડા ફોડે છે તેમજ એકબીજાની સાથે ખુબ આનંદ ઉલ્લાસ થી આ તહેવાર ઉજવે છે.

પરંતુ શું તમને ખબર છે દુનિયા માં તો ઠીક પરંતુ આપણા જ આસપાસ ના વિસ્તાર માં એવા ઘણા લોકો છે જેને નવી વસ્તુ ખરીદવા ની પરિસ્થિતિ તો નથી પરંતુ જુના ફાટેલા કપડાં પણ દિવાળી ના પર્વ પર સીવડાવી નથી શકતા.

ઘર તો દૂર ની વાત છે પણ સુવા માટે ઝૂંપડી પણ નથી જે કોઈ ઓવર -બ્રિજ કે ફૂટપાથ પર સુઈને ગુજરાન ચલાવે છે.

દિવા કરવા માટે ઘી તો ખુબ જ દૂર ની વાત છે ખાવા સૂકો રોટલો પણ નથી મળતો એમના જીવન માં મહેનત કરવા છતાં પણ અંજવાળું નથી થતું.

આવી પરિસ્થિતિ માં તેઓ  કઈ રીતે આનંદ ઉલ્લાસ થી પોતાની દિવાળી ઉજવે??

આવા જરૂરિયાત મંદ લોકો ને થોડી ઘણી સહાય પુરી પાડવા Red & White Group Of Institute એ Yuva Jagruti Group સાથે મળી ને ફૂટપાથ પર રહેતા લોકો ને કપડાં, મીઠાઈ તેમજ ફટાકડા આપીને સહાય કરી હતી.

DIWALI CLOTH
DIWALI CLOTH CHILD
DIWALI CLOTH

તેમજ આપવામાં આવેલા કપડાં કોઈ જુના કે વધારાના કપડાં ન હતા પરંતુ ખાસ કરી ને તે બાળકો ના બોડી ના માપ લઈને Red & White Fashion Designing Institute ના Fashion Design ના વિદ્યાર્થી ઓ એ જ પોતાની જાતે ડિજાઇન કરી ને સિવ્યા હતા. અને તેના માટે નું જરૂરી કાપડ પરેશ ભાઈ કે જેને કાપડ ની મેનુફેકચરીંગ ની કંપની છે તેઓ અને ગજાનન એન્ટરપ્રાઇસ આ બંનેએ તેઓની કંપની તરફથી ડોનેટ કરવામાં આવ્યા હતું.

DIWALI CLOTH
DIWALI CLOTH
DIWALI CLOTH

આમ Red & White દ્વારા તેના આસપાસ ના વિસ્તાર ના બાળકો ની દિવાળી સારી જાય એવો નાનકડો  પ્રયાસ કરી ને અન્ય લોકો ને એ મેસેજ આપ્યો છે કે;

‘’ જન સેવા પ્રભુ સેવા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *